Mountain વિશે બાઇબલની કલમો: Overturning and removing of
Overturning and removing of વિશે કલમો
તે પર્વતોને ખસેડે છે અને જ્યારે તે પોતાના કોપથી તેમને ઊંધા વાળે છે. ત્યારે તેઓને તેની ખબર પડતી નથી.
નિશ્ચે પર્વતો પડીને નષ્ટ થાય છે, અને ખડકો પોતાની જગાએથી ચળી જાય છે.
તે ચકમકના ખડક પર પોતાનો હાથ લંબાવે છે. તે પર્વતોને સમૂળગા ઊંધા વાળે છે.
સમુદ્રની માછલીઓ, આકાશના પક્ષીઓ, જંગલનાં પશુઓ તથા પેટે ચાલનારા જીવો તેમ જ પૃથ્વી પરનાં બધાં માણસો મારી આગળ ધ્રૂજી ઊઠશે. પર્વતો તૂટી પડશે અને ખડકો ધસી પડશે અને ભીંત પડીને જમીનદોસ્ત થઈ જશે.