મુખ્ય સામગ્રી પર જાઓ

Kings વિશે બાઇબલની કલમો: Jehoiachin

9 કલમો · 175 પાસાં

Jehoiachin વિશે કલમો

  1. ¶ યહોયાખીન રાજ કરવા લાગ્યો ત્યારે તે અઢાર વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં માત્ર ત્રણ મહિના રાજ કર્યુ. તેની માતાનું નામ નહુશ્તા હતું; તે યરુશાલેમના એલ્નાથાનની દીકરી હતી.

  2. તેના પિતાએ કરેલાં બધાં કાર્યો પ્રમાણે તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.

  3. ¶ તે સમયે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના સૈન્યએ યરુશાલેમ પર ચઢાઈ કરી તે નગરને ઘેરી લીધું.

  4. જ્યારે તેના સૈનિકોએ નગરને ઘેરી લીધું હતું, ત્યારે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર ત્યાં આવી પહોંચ્યો.

  5. યહૂદિયાનો રાજા યહોયાખીન, તેની માતા, તેના ચાકરો, તેના રાજકુમારો તથા કારભારીઓ બાબિલના રાજાને મળવા બહાર આવ્યા. બાબિલના રાજાએ પોતાના શાસનનાં આઠમા વર્ષે તેને પકડ્યો.

  6. ¶ યહોવાહે કહ્યું હતું તે પ્રમાણે, યહોવાહના સભાસ્થાનની તેમ જ રાજમહેલની બધી કિંમતી વસ્તુઓ તે ઉપાડી ગયો. તેણે યહોવાહના ઘરમાં ઇઝરાયલના રાજા સુલેમાને બનાવેલા સોનાનાં બધાં વાસણોને કાપીને ટુકડાં કર્યાં.

  7. તે બધા યરુશાલેમ વાસીને, બધા આગેવાનોને, બધા પરાક્રમી યોદ્ધાઓને, દસ હજાર કેદીઓને, લુહારોને તથા કારીગરોને પકડીને લઈ ગયો. ગરીબ લોકો સિવાય દેશમાં કોઈ બાકી રહ્યું નહિ.

  8. ¶ નબૂખાદનેસ્સાર યહોયાખીનને બાબિલ લઈ ગયો. તેમ જ તેની માતા, પત્ની, અધિકારીઓ તથા દેશના મુખ્ય માણસોને પકડીને તે તેમને યરુશાલેમથી બાબિલ લઈ ગયો.

  9. બધા પરાક્રમી માણસો એટલે સાત હજાર માણસો, એક હજાર કારીગરો તથા લુહારો, જે બધા પરાક્રમી તથા યુદ્ધને માટે યોગ્ય હતા તે બધાને બાબિલનો રાજા કેદ કરીને બાબિલ લઈ ગયો.