મુખ્ય સામગ્રી પર જાઓ

Jonathan વિશે બાઇબલની કલમો: 1. A Levite of Bethlehem, who becomes a priest for Micah; accepts idolatry; joins the Danites

7 કલમો · 11 પાસાં

1. A Levite of Bethlehem, who becomes a priest for Micah; accepts idolatry; joins the Danites વિશે કલમો

  1. ¶ હવે યહૂદિયાના બેથલેહેમનો એક જુવાન માણસ, તે યહૂદાના કુટુંબનો હતો, તે લેવી હતો, તે આવીને ત્યાં વસેલો હતો.

  2. તે માણસ યહૂદિયાનું બેથલેહેમ છોડીને વસવાટ કરવા માટે જગ્યા શોધવા ચાલી નીકળ્યો અને તે મુસાફરી કરતા એફ્રાઇમના પહાડી દેશમાં મિખાના ઘરે આવી પહોંચ્યો.

  3. મિખાએ તેને પૂછ્યું, “તું ક્યાંથી આવે છે? “તે માણસે તેને કહ્યું કે, “હું યહૂદિયાના બેથલેહેમનો લેવી છું, હું જગ્યા શોધવા જાઉં છું જેથી મને ત્યાં રહેવા મળે.”

  4. ¶ મિખાએ તેને કહ્યું, “મારી સાથે રહે અને મારો સલાહકાર તથા યાજક થા. હું તને દર વર્ષે ચાંદીના દસ સિક્કા, એક જોડ વસ્ત્રો અને ખાવાનું આપીશ.” તેથી લેવી અંદર ગયો.

  5. તે જુવાન લેવી મિખાની સાથે રહેવાને રાજી હતો અને મિખા માટે પોતાના દીકરા સમાન બન્યો.

  6. ¶ મિખાએ તે લેવીને પવિત્ર ક્રિયાને માટે અભિષિક્ત કર્યો. તે જુવાન માણસ તેનો યાજક બન્યો અને તે મિખાના ઘરમાં રહ્યો.

  7. ત્યારે મિખાએ કહ્યું, “હવે હું જાણું છું કે ઈશ્વર મારે માટે સારું કરશે, કારણ કે આ લેવી મારો યાજક છે.