Covetousness વિશે બાઇબલની કલમો: Shall abound in the last days
Shall abound in the last days વિશે કલમો
¶ જેમ ઇઝરાયલી લોકોમાં જૂઠાં પ્રબોધકો ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ ગુપ્ત રીતે નાશકારક પાખંડી મતો ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને જલદીથી પોતાનો જ વિનાશ કરશે.
ઘણાં માણસો તેઓના અનિષ્ટ કામોમાં ચાલશે; અને તેઓને લીધે સત્યનાં માર્ગનો તિરસ્કાર થશે.
તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમારું શોષણ કરશે; તેઓને માટે અગાઉથી ઠરાવેલી સજામાં વિલંબ કે તેઓના નાશમાં ઢીલ થશે નહિ.