મુખ્ય સામગ્રી પર જાઓ

Azariah વિશે બાઇબલની કલમો: 17. Son of Hoshaiah

6 કલમો · 16 પાસાં

17. Son of Hoshaiah વિશે કલમો

  1. ત્યારે હોશાયાના દીકરા અઝાર્યાએ અને કારેઆના દીકરા યોહાનાને તથા બીજા અભિમાની માણસોએ યર્મિયાને કહ્યું, “તું જૂઠું બોલે છે. અમે મિસરમાં જઈએ તેવું અમારા ઈશ્વર યહોવાહે તને કહ્યું નથી.’

  2. પણ ખાલદીઓ અમને મારી નાખે તથા અમને બાબિલના બંદીવાસમાં લઈ જાય. માટે તેઓના હાથમાં અમને સોંપી દેવા નેરિયાનો દીકરો બારુખ તને અમારી વિરુદ્ધ ઉશ્કેરે છે.”

  3. ¶ તેથી કારેઆના દીકરા યોહાનાને, સૈન્યના સર્વ સરદારોએ અને સર્વ લોકોએ યહૂદિયામાં રહેવા વિષેનું યહોવાહનું વચન માન્યું નહિ.

  4. જ્યાં યહૂદીઓને નસાડી મૂકવામાં આવ્યા હતા તે સર્વ દેશોમાંથી યહૂદિયામાં રહેવા માટે પાછા આવેલા યહૂદી લોકમાં જે બાકી રહેલા હતા તેઓ,

  5. સ્ત્રીઓ, પુરુષો, બાળકો અને રાજાના દીકરીઓને અને સર્વ લોક જેને રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાને જે માણસોને શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાને સોંપ્યાં હતા, તેઓ સર્વને, તથા યર્મિયા પ્રબોધક, નેરિયાના દીકરા બારુખ એ બધાને લઈને કારેઆનો દીકરો યહોનાન તથા સૈન્યોના સર્વ સરદારો

  6. મિસર દેશમાં રહેવા ગયા. તેઓએ યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને તેઓ તાહપાન્હેસ પહોંચ્યા.