Skip to content

Rephaim

8 verses · 2 known names

આ નામે પણ ઓળખાય છે: valley

31.7500, 35.2200 ગૂગલ નકશા પર જુઓ

Rephaim નો ઉલ્લેખ કરતી કલમો

  1. પછી તે સરહદ હિન્નોમના પુત્રની ખીણ પાસે થઈને યબૂસીઓના નગરની દક્ષિણ તરફ એટલે યરુશાલેમ સુધી ગઈ. પછી તે હિન્નોમની ખીણની સામે પશ્ચિમે આવેલા પર્વતના શિખર પર, જે રફાઈમની ખીણના ઉત્તરના છેડા સુધી તે સરહદ ગઈ.

  2. તે સરહદ પછી નીચે હિન્નોમના દીકરાની ખીણની સામેના પર્વતની સરહદ સુધી, જે રફાઈઓની ખીણની અંતે ઉત્તર તરફ છે. પછી તે નીચે હિન્નોમની ખીણથી, યબૂસીઓના દક્ષિણ તરફના ઢાળથી, નીચે એન-રોગેલ સુધી ગઈ.

  3. હવે પલિસ્તીઓ આવીને રફાઈમના નીચાણમાં ફેલાઈ ગયા હતા.

  4. ¶ પછી પલિસ્તીઓ ફરીથી પાછા આવ્યા અને રફાઈમની ખીણમાં ફેલાઈ ગયા.

  5. ત્રીસ સૈનિકોમાંથી ત્રણ લોકો ત્યાંથી કાપણીના સમયે દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગયા. પલિસ્તીઓના સૈન્યએ રફાઈમની ખીણમાં છાવણી નાખેલી હતી.

  6. ¶ ત્રીસ આગેવાનોમાંના ત્રણ દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગઢ આગળ જઈ પહોંચ્યા. પલિસ્તીઓના સૈન્યએ રફાઈમના મેદાનમાં છાવણી નાખી હતી.

  7. હવે પલિસ્તીઓએ આવીને રફાઈમની ખીણમાં હુમલો કરીને લૂંટ ચલાવી.

  8. કાપણી કરનાર ઊગેલા સાંઠાને એકત્ર કરી હાથથી કણસલા ભાંગે છે, તે પ્રમાણે થશે; રફાઈમના નીચાણના પ્રદેશમાં કોઈ કણસલાં વીણી લે છે તે પ્રમાણે થશે.