મુખ્ય સામગ્રી પર જાઓ

Obadiah

6 કલમો

Obadiah નો ઉલ્લેખ કરતી કલમો

  1. ¶ આહાબે ઓબાદ્યાને બોલાવ્યો. તે મહેલનો કારભારી હતો. હવે ઓબાદ્યા તો યહોવાહથી ઘણો બીતો હતો.

  2. કેમ કે જયારે ઇઝબેલ યહોવાહના પ્રબોધકોને મારી નાખતી હતી, ત્યારે ઓબાદ્યાએ સો પ્રબોધકોને લઈને પચાસ પચાસની ટુકડી બનાવીને તેઓને ગુફામાં સંતાડ્યા હતા અને રોટલી તથા પાણીથી તેઓનું પોષણ કર્યું હતું.

  3. ¶ આહાબે ઓબાદ્યાને કહ્યું, “આખા દેશમાં ફરીને પાણીના સર્વ ઝરા આગળ તથા સર્વ નાળાં આગળ જા. જેથી આપણને ઘાસચારો મળી આવે અને આપણે ઘોડા તથા ખચ્ચરના જીવ બચાવી શકીએ, કે જેથી આપણે બધાં જાનવરોને ખોઈ ન બેસીએ.”

  4. તેથી તેઓએ આખા દેશમાં ફરી વળવા માટે અંદરોઅંદર ભાગ પાડી લીધા. આહાબ એકલો એક બાજુએ ગયો અને ઓબાદ્યા બીજી બાજુ ગયો.

  5. ¶ ઓબાદ્યા પોતાના માર્ગમાં હતો ત્યારે, ત્યાં તેને અચાનક એલિયા મળ્યો. ઓબાદ્યાએ તેને ઓળખીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું, “હે મારા માલિક એલિયા, એ શું તમે છો?”

  6. ¶ તેથી ઓબાદ્યા આહાબને મળ્યો; આહાબને કહ્યું એટલે તે એલિયાને મળ્યો.