મુખ્ય સામગ્રી પર જાઓ

Jonathan

83 કલમો · 10 કુટુંબના સભ્યો

Jonathan નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. દાઉદે ત્યાંથી શાઉલના હાડકાં તથા તેના દીકરા યોનાથાનના અસ્થિ લઈ લીધા, તેમ જ ફાંસીએ લટકાવેલાઓનાં હાડકાં તેઓએ એકત્ર કર્યા.

  2. ¶ અને તેઓએ શાઉલનાં તથા તેના દીકરા યોનાથાનના અસ્થિ બિન્યામીન દેશના સેલામાં તેના પિતા કીશની કબરમાં દફનાવ્યાં. તેઓએ રાજાની કહેલી આજ્ઞા પ્રમાણે સઘળું કર્યું. ત્યાર પછી ઈશ્વરે તે દેશ માટે કરેલી તેઓની પ્રાર્થનાનો જવાબ આપ્યો.

  3. નેરનો દીકરો કીશ હતો. કીશનો દીકરો શાઉલ હતો. શાઉલના દીકરા; યોનાથાન, માલ્કી-શુઆ, અબીનાદાબ તથા એશ્બાલ.

  4. યોનાથાનનો દીકરો મરીબ્બાલ. મરીબ્બાલનો દીકરો મિખા,

  5. નેરનો દીકરો કીશ હતો. કીશનો દીકરો શાઉલ હતો. શાઉલના દીકરાઓ; યોનાથાન, માલ્કી-શુઆ, અબીનાદાબ તથા એશ્બાલ.

  6. યોનાથાનનો દીકરો મરીબ્બાલ હતો. મરીબ્બાલનો દીકરો મિખા હતો.

  7. પલિસ્તીઓ શાઉલ તથા તેના દીકરાની પાછળ લગોલગ આવી પહોંચ્યા. પલિસ્તીઓએ શાઉલના દીકરા યોનાથાનને, અબીનાદાબને તથા માલ્કી-શુઆને મારી નાખ્યા.

  8. છતાં તું કેવળ એટલું જ કહેજે કે, રાજા મને યહોનાથાનના ઘરમાં મરવાને પાછો મોકલે નહિ તેવી દીન વિનંતી મેં રાજાને કરી હતી.”