મુખ્ય સામગ્રી પર જાઓ

Gog

8 કલમો

Gog નો ઉલ્લેખ કરતી કલમો

  1. “હે મનુષ્યપુત્ર, માગોગ દેશનો ગોગ, જે મેશેખ તથા તુબાલનો મુખ્ય સરદાર છે તેની તરફ તારું મુખ ફેરવ અને તેની વિરુદ્ધ ભવિષ્યવાણી કર.

  2. તેને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે, હે મેશેખ તથા તુબાલના સરદાર ગોગ, જો, હું તારી વિરુદ્ધ છું.

  3. ¶ તેથી હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કરીને ગોગને કહે, પ્રભુ યહોવાહ કહે છે: જ્યારે મારા ઇઝરાયલી લોકો સુરક્ષિત રહેશે, તે દિવસે તને ખબર નહિ પડે.

  4. તું મારા ઇઝરાયલી લોકો ઉપર દેશને ઢાંકી દેનાર વાદળની જેમ ચઢી આવશે. પાછલા દિવસોમાં હું તને મારા દેશની વિરુદ્ધ મોકલીશ, ત્યારે ગોગ મારી પવિત્રતા જોશે અને પ્રજાઓ મને જાણશે.

  5. યહોવાહ મારા પ્રભુ કહે છે: તે દિવસે, જ્યારે ગોગ ઇઝરાયલ પર હુમલો કરશે, ત્યારે મારા રોષનો ધુમાડો ઊંચે ચઢીને મારા નસકોરામાં પેસશે.

  6. ¶ “હે મનુષ્યપુત્ર, ગોગની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને કહે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે, હે મેશેખ તથા તુબાલના સરદાર ગોગ, જો, હું તારી વિરુદ્ધ છું.

  7. ¶ તે દિવસે ઇઝરાયલમાં કબરને માટે ગોગને સમુદ્રને પૂર્વે કિનારે થઈને જનારાઓની ખીણ હું આપીશ; તે ત્યાં થઈને જનારાઓનો રસ્તો રોકશે. તેઓ ત્યાં ગોગ તથા તેના સમગ્ર સમુદાયને દફનાવશે. તેઓ હામોન ગોગની ખીણના નામથી ઓળખાશે.

  8. અને તે પૃથ્વી પર ચારે ખૂણામાં રહેતા લોકોને, ગોગ તથા માગોગને ગેરમાર્ગે દોરીને લડાઈને સારુ તેઓને એકઠા કરવાને બહાર આવશે; તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે.