Skip to content

ગીતશાસ્ત્ર ૧૨૩

આકાશમાંના યહોવાહ તરફ નજર ૧–૨

૧
હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર, હું તમારા તરફ મારી આંખો ઊંચી કરું છું.
૨
જુઓ, જેમ સેવકની આંખો પોતાના માલિકના હાથ તરફ, જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ તાકેલી રહે છે, તેમ અમારા ઈશ્વર યહોવાહની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી અમારી આંખો તેમના તરફ તાકી રહે છે.

તિરસ્કાર વચ્ચે દયા માટે પ્રાર્થના ૩–૪

૩
અમારા પર દયા કરો, હે યહોવાહ, અમારા પર દયા કરો, કેમ કે અમે અપમાનથી ભરાઈ ગયા છીએ.
૪
બેદરકાર માણસોના તુચ્છકાર તથા ગર્વિષ્ઠોના અપમાનથી અમારો આત્મા તદ્દન કાયર થઈ ગયો છે.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0