Skip to content
સોલોમનના ગીતો ૮:૮-૧૪

સોલોમનના ગીતો ૮:૮-૧૪

૮
અમારે એક નાની બહેન છે, હજી તે પુખ્ત થયેલી નથી, હવે જે દિવસે તેનું માગું આવશે ત્યારે અમારી બહેન માટે અમે શું કરીશું?
૯
જો તે કોટ હોય તો, અમે તેના પર ચાંદીથી મોરચો બાંધીશું અને જો તે દ્વાર હોય તો અમે તેને દેવદાર વૃક્ષનાં પાટિયાં વડે તેને ઢાંકી દઈશું.
૧૦
હું કોટ છું અને મારાં સ્તન તેના બુરજો જેવા છે; જેને શાંતિ પ્રાપ્ત થઈ હોય તેના જેવી હું તેની નજરમાં હતી.
૧૧
સુલેમાનને બઆલ હામોનમાં એક દ્રાક્ષવાડી હતી તેણે તે દ્રાક્ષવાડી રખેવાળોને ભાડે આપી તેનાં ફળને માટે દરેકને ચાંદીના એક હજાર સિક્કા લાવીને આપવાના હતા.
૧૨
મારી દ્રાક્ષવાડી મારી પોતાની છે; મારા પ્રિય સુલેમાન, તે હજાર શેકેલ તો તારાં છે મારા પ્રિય સુલેમાન, અને તેના ફળની રખેવાળી કરનારને બસો શેકેલ મળશે.
૧૩
હે બગીચાઓમાં વસનારી, મારા મિત્રો તારો અવાજ સાંભળવાને ધ્યાન દઈને તાકી રહે છે; મને તે સંભળાવ.
૧૪
હે મારા પ્રીતમ, તું વહેલો આવ, સુગંધી દ્રવ્યોના પર્વત પર તું હરણ કે સાબરીના બચ્ચા જેવો થા.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0