Skip to content
પ્રકટીકરણ ૧૬:૧૭-૨૧

પ્રકટીકરણ ૧૬:૧૭-૨૧

૧૭
પછી સાતમાં સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો વાતાવરણમાં રેડયો, એટલે મંદિરમાંના રાજ્યાસનમાંથી મોટી વાણી એવું બોલી કે, સમાપ્ત થયું;
૧૮
અને વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ થયાં; વળી મોટો ધરતીકંપ થયો. તે એવો ભયંકર તથા ભારે હતો કે માણસો પૃથ્વી પર ઉત્પન્ન થયાં ત્યારથી એના જેવો કદી થયો નહોતો.
૧૯
મોટા નગરના ત્રણ ભાગ થઈ ગયા, અને રાષ્ટ્રોનાં શહેરો નષ્ટ થયાં; અને ઈશ્વરને મોટા બાબિલની યાદ આવી, એ માટે કે તે પોતાના સખત કોપના દ્રાક્ષારસનો પ્યાલો તેને આપે.
૨૦
ટાપુઓ અદ્રશ્ય થઈ ગયા, અને પહાડોનો પત્તો લાગ્યો નહિ.
૨૧
અને આકાશમાંથી આશરે ચાલીસ કિલોગ્રામનાં કરા માણસો પર પડ્યા અને કરાની આફતને લીધે માણસોએ ઈશ્વરને શ્રાપ આપ્યો કેમ કે તે આફત અતિશય ભારે હતી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options