મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૭૭:૧૦-૧૫

ઈશ્વરના કાર્યો યાદ કરવાનો નિશ્ચય

ગીતશાસ્ત્ર ૭૭:૧૦-૧૫
૧૦
મેં કહ્યું, “આ તો મારું દુઃખ છે: પરાત્પરના જમણા હાથનાં વર્ષો હું સંભારીશ.”
૧૧
પણ હું યહોવાહનાં કૃત્યોનું સ્મરણ કરીશ; તમારા પુરાતન કાળના ચમત્કાર વિષે હું વિચાર કરીશ.
૧૨
હું તમારાં સર્વ કામોનું મનન કરીશ અને તમારાં કૃત્યો વિષે વિચાર કરીશ.
૧૩
હે ઈશ્વર, તમારા માર્ગો પવિત્ર છે, આપણા મહાન ઈશ્વર જેવા બીજા ઈશ્વર કોણ છે?
૧૪
તમે ચમત્કાર કરનાર ઈશ્વર છો; તમે લોકોમાં તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે.
૧૫
તમે તમારા મહાન પરાક્રમ વડે લોકોને, એટલે યાકૂબના તથા યૂસફના વંશજોને વિજય અપાવ્યો છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options