Skip to content
ગીતશાસ્ત્ર ૪૧:૨-૬

ગીતશાસ્ત્ર ૪૧:૨-૬

૨
યહોવાહ તેનું રક્ષણ કરશે અને તેને જીવંત રાખશે અને તે પૃથ્વી પર આશીર્વાદિત થશે; યહોવાહ તેને તેના શત્રુઓની ઇચ્છાને સ્વાધીન નહિ કરે.
૩
બીમારીના બિછાના પર યહોવાહ તેનો આધાર થશે; તેની માંદગીમાં તેનાં દુ:ખ લઈને તેને સાજો કરશે.
૪
મેં કહ્યું, “હે યહોવાહ, મારા પર દયા કરો; મારા આત્માને સાજો કરો; કેમ કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે.”
૫
મારા શત્રુઓ મારી વિરુદ્ધ બોલીને કહે છે, ‘તે ક્યારે મરણ પામશે અને તેના નામનો નાશ ક્યારે થશે?’
૬
જો મારો શત્રુ મને મળવા આવે, તો તે અયોગ્ય બાબતો કહે છે; તેનું હૃદય અન્યાયનો સંગ્રહ કરે છે; જ્યારે તે મારી પાસેથી બહાર જાય છે, ત્યારે તે મારા વિષે બીજાઓને કહે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options