Skip to content
ગીતશાસ્ત્ર ૨૫:૧૬-૨૨

ઉદ્ધાર માટે હૃદયપૂર્વકની વિનંતી

ગીતશાસ્ત્ર ૨૫:૧૬-૨૨
૧૬
તમે મારી તરફ ફરો અને મારા પર દયા કરો; કેમ કે હું નિરાશ્રિત અને દુ:ખી છું.
૧૭
મારા મનનું દુઃખ વધી ગયું છે; તમે મને મારા સંકટમાંથી છોડાવો.
૧૮
મારાં દુ:ખ તથા વેદના પર નજર કરો; મારાં સર્વ પાપની ક્ષમા કરો.
૧૯
મારા શત્રુઓને જુઓ, કેમ કે તેઓ ઘણા છે; તેઓ કેટલી ક્રૂરતાથી મારી ઘૃણા કરે છે.
૨૦
મારા જીવનું રક્ષણ કરો અને મને છોડાવો; મારી લાજ જવા દેતા નહિ, કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું.
૨૧
પ્રામાણિકપણું તથા ન્યાયીપણું મારું રક્ષણ કરો, કારણ કે હું તમારા પર આશા રાખું છું.
૨૨
હે ઈશ્વર, ઇઝરાયલને તેનાં સર્વ સંકટોમાંથી છોડાવો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options