Skip to content
નીતિવચનો ૪:૧૦-૧૩

જ્ઞાનને અનુસરવાના આશીર્વાદ

નીતિવચનો ૪:૧૦-૧૩
૧૦
હે મારા દીકરા, મારી વાતો સાંભળીને ધ્યાન આપ એટલે તારા આયુષ્યનાં વર્ષો વધશે.
૧૧
હું તને ડહાપણનો માર્ગ બતાવીશ; હું તને પ્રામાણિકપણાને માર્ગે દોરીશ.
૧૨
જ્યારે તું ચાલશે, ત્યારે તારાં રસ્તામાં કોઈ ઊભો રહી નહિ શકે અને તું દોડશે ત્યારે તને ઠોકર વાગશે નહિ.
૧૩
શિખામણને મજબૂત પકડી રાખ, તેને છોડતો નહિ; તેની કાળજી રાખજે, કારણ કે તે જ તારું જીવન છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options