મુખ્ય સામગ્રી પર જાઓ
નીતિવચનો ૧૯:૨૫-૨૯

મૂર્ખો અને ઠઠ્ઠાખોરો સાથે વ્યવહાર

નીતિવચનો ૧૯:૨૫-૨૯
૨૫
તિરસ્કાર કરનાર વ્યક્તિને મારશો, તો ભોળો શાણો થશે; બુદ્ધિમાનને ઠપકો આપશો, તો તે ડહાપણમાં પ્રવીણ થશે.
૨૬
જે પુત્ર પોતાના પિતાને લૂંટે છે અને પોતાની માતાને કાઢી મૂકે છે તે બદનામ કરાવનાર તથા બટ્ટો લગાડનાર દીકરો છે.
૨૭
હે મારા દીકરા, જો તું ડહાપણની વાતો સાંભળવાનું બંધ કરીશ, તો તું ડહાપણના શબ્દોને ખોઈ નાખીશ.
૨૮
દુષ્ટ સાક્ષી ન્યાયની મશ્કરી કરે છે અને દુષ્ટનું મુખ અન્યાયને ગળી જાય છે.
૨૯
તિરસ્કાર કરનારાઓને માટે શિક્ષા અને મૂર્ખોની પીઠને માટે ફટકા તૈયાર કરેલા છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options