મુખ્ય સામગ્રી પર જાઓ
નીતિવચનો ૧૫:૨૦-૨૪

સલાહ અને પરિશ્રમનું મહત્ત્વ

નીતિવચનો ૧૫:૨૦-૨૪
૨૦
ડાહ્યો દીકરો પોતાના પિતાને સુખી કરે છે, પણ મૂર્ખ દીકરો પોતાની માતાને તુચ્છ ગણે છે.
૨૧
અજ્ઞાનીને મૂર્ખાઈ આનંદરૂપ લાગે છે, પણ બુદ્ધિમાન માણસ સીધે માર્ગે ચાલે છે.
૨૨
સલાહ વિનાની યોજના નિષ્ફળ જાય છે, પરંતુ પુષ્કળ સલાહથી તે સફળ થાય છે.
૨૩
પોતાના મુખે આપેલા ઉત્તરથી વ્યક્તિ ખુશ થાય છે; અને યોગ્ય સમયે બોલાયેલો શબ્દ કેટલો સરસ લાગે છે!
૨૪
જ્ઞાની માણસ માટે તે જીવન તરફ જતો માર્ગ છે કે, જે તેને શેઓલ તરફ જતા માર્ગેથી પાછો વાળે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options