Skip to content
ગણના ૭:૫૧-૭૫

ગણના ૭:૫૧-૭૫

૫૧
દહનીયાર્પણને માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું.
૫૨
પાપાર્થાર્પણને માટે બકરામાંથી એક નર તેણે આપ્યો.
૫૩
અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ આમ્મીહૂદના દીકરા અલિશામાનું અર્પણ હતું.
૫૪
આઠમા દિવસે પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ, મનાશ્શાના દીકરાઓનો આગેવાન તેનું અર્પણ લાવ્યો.
૫૫
અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
૫૬
દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર તેણે આપ્યું.
૫૭
દહનીયાર્પણને માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાનનું તેણે અર્પણ કર્યું.
૫૮
પાપાર્થાર્પણ માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યો.
૫૯
અને શાંત્યર્પણોને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન પદાહસૂરના દીકરા ગમાલ્યેલનું અર્પણ એ હતું.
૬૦
નવમા દિવસે ગિદિયોનીનો દીકરો અબીદાન, બિન્યામીનના દીકરાઓનો આગેવાન તે પણ અર્પણ લાવ્યો.
૬૧
અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું. અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
૬૨
દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર તેણે આપ્યું.
૬૩
દહનીયાર્પણને માટે એક વર્ષનું વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન એ તેણે આપ્યાં.
૬૪
પાપાર્થાર્પણ માટે બકરાંમાંથી એક નર એ તેણે આપ્યો.
૬૫
અને શાંત્યર્પણોને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ ગીદિયોનીના દીકરા અબીદાનનું અર્પણ હતું.
૬૬
દસમે દિવસે આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર, દાનના દીકરાઓનો આગેવાન તે તેનું અર્પણ લાવ્યો.
૬૭
અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ એક ચાંદીનો પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
૬૮
દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર હતું તે તેણે આપ્યું.
૬૯
દહનીયાર્પણના માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષના એક હલવાનનું અર્પણ આપ્યું.
૭૦
પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યું.
૭૧
અને શાંત્યર્પણોને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ આમ્મીશાદ્દાય દીકરા અહીએઝેરનું અર્પણ હતું.
૭૨
અગિયારમે દિવસે ઓક્રાનના દીકરા પાગિયેલ આશેરના દીકરાઓનો આગેવાન તે અર્પણ લાવ્યો.
૭૩
અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ, જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ એક ચાંદીનો પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
૭૪
દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું તેણે આપ્યું.
૭૫
દહનીયાર્પણને માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0