ગણના ૩૩:૨૮-૪૫
૨૮
તેરાહથી નીકળીને તેઓએ મિથ્કાહમાં છાવણી કરી.
૨૯
મિથ્કાહમાંથી નીકળીને તેઓએ હાશ્મોનાહમાં છાવણી કરી.
૩૦
હાશ્મોનાહથી નીકળીને તેઓએ મોસેરોથમાં છાવણી કરી.
૩૧
¶ મોસેરોથથી નીકળીને તેઓએ બનીયાઅકાનમાં છાવણી કરી.
૩૨
બનીયાઅકાનથી નીકળીને તેઓએ હોર-હાગિદગાદમાં છાવણી કરી.
૩૩
હોર-હાગિદગાદથી નીકળીને તેઓએ યોટબાથાહમાં છાવણી કરી.
૩૪
યોટબાથાહથી નીકળીને તેઓએ આબ્રોનામાં છાવણી કરી.
૩૫
¶ આબ્રોનાથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં છાવણી કરી.
૩૬
એસ્યોન-ગેબેરથી નીકળીને તેઓએ કાદેશમાં એટલે કે સીનના અરણ્યમાં છાવણી કરી.
૩૭
કાદેશથી નીકળીને તેઓએ અદોમની સરહદે આવેલા હોર પર્વત આગળ છાવણી કરી.
૩૮
¶ યહોવાહની આજ્ઞા પ્રમાણે હારુન યાજક હોર પર્વત ઉપર ગયો અને ઇઝરાયલી લોકોના મિસર દેશમાંથી બહાર આવ્યા પછી ચાળીસમાં વર્ષે, એટલે પાંચમા મહિનાના પ્રથમ દિવસે તે ત્યાં મૃત્યુ પામ્યો.
૩૯
હારુન હોર પર્વત પર મરણ પામ્યો ત્યારે તે એકસો તેવીસ વર્ષનો હતો.
૪૦
¶ કનાની દેશના નેગેબમાં રહેતા અરાદના કનાની રાજાએ ઇઝરાયલી લોકોના આવવા વિષે સાંભળ્યું.
૪૧
¶ તેઓએ હોર પર્વતથી નીકળીને સાલ્મોનામાં છાવણી કરી.
૪૨
સાલ્મોનાથી નીકળીને તેઓએ પૂનોનમાં છાવણી કરી.
૪૩
પૂનોનથી નીકળીને તેઓએ ઓબોથમાં છાવણી કરી.
૪૪
¶ ઓબોથથી નીકળીને તેઓએ મોઆબીઓની સરહદમાં આવેલા ઈયે-અબારીમમાં છાવણી કરી.
૪૫
ઈયે-અબારીમથી નીકળીને તેઓએ દીબોનગાદમાં છાવણી કરી.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0