ગણના ૧૩:૩
આસપાસના સંદર્ભ સાથે કલમ ૩ બતાવી રહ્યા છીએ.
૧
¶ પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે,
૨
“કનાન દેશ, જે હું ઇઝરાયલી લોકોને આપવાનો છું તેની જાસૂસી કરવા માટે તું થોડા માણસોને મોકલ. તેઓના પિતાના સર્વ કુળમાંથી એક એક પુરુષને મોકલ. તે દરેક તેઓ મધ્યે આગેવાન હોય.”
૩
¶ અને યહોવાહની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ તેઓને મોકલ્યા. એ સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના આગેવાનો હતા.
૪
તેઓનાં નામ આ પ્રમાણે છે; રુબેનના કુળમાંથી, ઝાક્કૂરનો દીકરો શામ્મૂઆ.
૫
¶ શિમયોનના કુળમાંથી હોરીનો દીકરો શાફાટ.
૬
યહૂદાના કુળમાંથી, યફૂન્નેનો દીકરો કાલેબ.
Settings