નહેમ્યા ૧૨:૧૦-૨૧
૧૦
¶ યેશૂઆ યોયાકીમનો પિતા, યોયાકીમ એલ્યાશીબનો પિતા, એલ્યાશીબ યોયાદાનો પિતા,
૧૧
યોયાદા યોનાથાનનો પિતા, યોનાથાન યાદૂઆનો પિતા હતો.
૧૨
¶ યોયાકીમના સમયમાં યાજકો, એટલે પિતૃઓના કુટુંબોના આગેવાનો આ હતા: સરાયાનો આગેવાન મરાયા, યર્મિયાનો આગેવાન હનાન્યા,
૧૩
એઝરાનો આગેવાન મશુલ્લામ, અમાર્યાનો આગેવાન યહોહાનાન,
૧૪
મેલીકુનો આગેવાન યોનાથાન, શબાન્યાનો આગેવાન યૂસફ હતો.
૧૫
¶ હારીમનો આગેવાન આદના, મરાયોથનો આગેવાન હેલ્કાય,
૧૬
ઇદ્દોનો આગેવાન ઝખાર્યા, ગિન્નથોનનો આગેવાન મશુલ્લામ,
૧૭
અબિયાનો આગેવાન ઝિખ્રી, મિન્યામીન તથા મોઆદ્યાનો આગેવાન પિલ્ટાય હતો.
૧૮
બિલ્ગાનો આગેવાન શામ્મૂઆ, શમાયાનો આગેવાન યોનાથાન,
૧૯
યોયારીબનો આગેવાન માત્તનાય, યદાયાનો આગેવાન ઉઝિઝ,
૨૦
સાલ્લાયનો આગેવાન કાલ્લાય, આમોકનો આગેવાન એબેર,
૨૧
હિલ્કિયાનો આગેવાન હશાબ્યા, યદાયાનો આગેવાન નથાનએલ હતો.
Settings