મુખ્ય સામગ્રી પર જાઓ
નહેમ્યા ૧૧:૧૫-૧૯

લેવીઓ, ગાયકો અને દરવાજાના રક્ષકો

નહેમ્યા ૧૧:૧૫-૧૯
૧૫
લેવીઓમાંના: બુન્નીના પુત્ર, હશાબ્યાના પુત્ર, આઝ્રીકામના પુત્ર, હાશ્શૂબનો પુત્ર શમાયા,
૧૬
લેવીઓના આગેવાનોમાંના શાબ્બથાય તથા યોઝાબાદ ઈશ્વરના ભક્તિસ્થાનના બહારના કામકાજ પર દેખરેખ રાખતા હતા.
૧૭
અને પ્રાર્થના તથા આભારસ્તુતિનો આરંભ કરવામાં આસાફના પુત્ર ઝાબ્દીના પુત્ર મિખાનો પુત્ર માત્તાન્યા મુખ્ય હતો. અને બાકબુક્યા પોતાના ભાઈઓમાં બીજો હતો, તથા યદૂથૂનના પુત્ર ગાલાલના પુત્ર શામ્મૂઆનો પુત્ર આબ્દા હતો.
૧૮
પવિત્ર નગરમાં બધા મળીને બસો ચોર્યાસી લેવીઓ હતા.
૧૯
દ્વારપાળો: આક્કુબ, ટાલ્મોન તથા તેમના સગાંઓ, જે દ્વારપાળો હતા, તેઓ એકસો બોતેર હતા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options