માર્ક ૧૧:૨૭-૩૦
૨૭
¶ પછી ફરી તેઓ યરુશાલેમમાં આવ્યા. અને ઈસુ ભક્તિસ્થાનમાં ફરતા હતા, ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલો તેમની પાસે આવ્યા.
૨૮
તેઓએ ઈસુને પૂછ્યું કે, ‘કયા અધિકારથી તું આ કામો કરો છે,’ અથવા ‘કોણે તને આ કામો કરવાનો અધિકાર આપ્યો છે?’”
૨૯
¶ ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું એક વાત તમને પૂછીશ અને જો તમે મને જવાબ આપશો, તો કયા અધિકારથી હું આ કામો કરું છું તે હું તમને કહીશ.
૩૦
યોહાનનું બાપ્તિસ્મા શું સ્વર્ગથી હતું કે માણસોથી? મને જવાબ આપો.’”
Settings