Skip to content
લૂક ૧૪:૧૨-૧૪

સાચા આતિથ્ય વિશે સૂચનાઓ

લૂક ૧૪:૧૨-૧૪

સાચા આતિથ્ય વિશે સૂચનાઓ

૧૨
જેણે તેમને નિમંત્ર્યા હતા તેને પણ ઈસુએ કહ્યું કે, જયારે તું દિવસનું કે રાતનું ભોજન આપે, ‘ત્યારે કેવળ તારા મિત્રોને, ભાઈઓને, સગાંઓને, કે શ્રીમંત પડોશીઓને ન બોલાવ; એમ ન થાય કે કદાચ તેઓ પણ તને પાછા બોલાવે, અને તને બદલો મળે.
૧૩
પણ જયારે તું મિજબાની આપે ત્યારે ગરીબોને, અપંગોને, પાંગળાઓને તથા અંધજનોને તેડાવ.
૧૪
તેથી તું આશીર્વાદિત થઈશ; કેમ કે તને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી; પણ ન્યાયીઓના મરણોત્થાનમાં તને બદલો આપવામાં આવશે.’”

આ વચનોનો અભ્યાસ

આખા ભાગ પર લખાયેલી ટીકા

શાસ્ત્રમાં અન્યત્ર આ વિશે શું લખ્યું છે

  • નીતિવચનો ૧૯:૧૭

    ગરીબ પર દયા રાખનાર યહોવાહને ઉછીનું આપે છે અને તે તેને તેનાં સુકૃત્યોનો બદલો આપશે.
    કલમ ૧૪ માંથી
  • માથ્થી ૫:૪૬

    કેમ કે જેઓ તમારા પર પ્રેમ કરે છે, તેઓ પર જો તમે પ્રેમ કરો છો, તો તમને શો બદલો મળે? દાણીઓ પણ શું એમ નથી કરતા?
    કલમ ૧૨ માંથી
  • લૂક ૧૪:૨૧

    પછી તે નોકરે આવીને પોતાના માલિકને બધી વાત કરી; ત્યારે ઘરના માલિકે ગુસ્સે થઈને પોતાના નોકરને કહ્યું કે, ‘શહેરના રસ્તાઓમાં તથા ગલીઓમાં જઈને ગરીબોને, અપંગોને, પાંગળાઓને અને અંધજનોને બોલાવી લાવ.’”
    કલમ ૧૩ માંથી
  • યાકૂબનો ૨:૧

    ¶ મારા ભાઈઓ, તમે પક્ષપાત વિના આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ રાખો.
    કલમ ૧૨ માંથી
  • યાકૂબનો ૨:૬

    પણ તમે ગરીબનું અપમાન કર્યું છે. શું શ્રીમંતો તમારા પર જુલમ નથી કરતા? અને ન્યાયાસન આગળ તેઓ તમને ઘસડી લઈ જતા નથી?
    કલમ ૧૨ માંથી
  • પ્રેરિતોનાં ક્રત્યો ૨૪:૧૫

    હું ઈશ્વર વિષે એવી આશા રાખું છું, જેમ તેઓ પોતે પણ રાખે છે, કે ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.
    કલમ ૧૪ માંથી
  • યશાયા ૫૮:૧૦

    જો તું ભૂખ્યાને ખોરાક પૂરો પાડે અને દુઃખીના જીવને તૃપ્ત કરે; તો તારો પ્રકાશ અંધકારમાંથી ઝળકી ઊઠશે અને તારો અંધકાર બપોરના જેવો થઈ જશે.
    કલમ ૧૩ માંથી
  • યોહાન ૫:૨૯

    અને જેઓએ સારાં કામ કર્યા છે, તેઓ જીવનનું પુનરુત્થાન પામવા માટે અને જેઓએ ખરાબ કામ કર્યાં છે, તેઓ શિક્ષાત્મક પુનરુત્થાન પામવા માટે, નીકળી આવશે.
    કલમ ૧૪ માંથી
  • લૂક ૬:૩૨

    તમારા પર જેઓ પ્રેમ રાખે છે તેઓ પર જ તમે પ્રેમ રાખો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ પોતાની ઉપર પ્રેમ રાખનારાઓ પર જ પ્રેમ રાખે છે.
    કલમ ૧૨ માંથી
  • લૂક ૬:૩૬

    માટે જેમ તમારા ઈશ્વરપિતા દયાળુ છે, તેમ તમે દયાળુ થાઓ.
    કલમ ૧૨ માંથી
  • માથ્થી ૬:૪

    એ માટે કે તમારા દાનધર્મ ગુપ્તમાં થાય; ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.
    કલમ ૧૨ માંથી
  • નીતિવચનો ૨૨:૧૬

    પોતાની માલમિલકત વધારવાને માટે જે ગરીબને ત્રાસ આપે છે અથવા જે ધનવાનને બક્ષિશ આપે છે તે પોતે કંગાલાવસ્થામાં આવશે.
    કલમ ૧૨ માંથી
All Luke Sites (Jerusalem)
All Luke Sites (Jerusalem) View full PDF
Jesus' Final Return to Jerusalem in the Synoptic Gospels
Jesus' Final Return to Jerusalem in the Synoptic Gospels View full PDF
All Luke Sites (Levant)
All Luke Sites (Levant) View full PDF

Map © Biblica Open Bible Maps · CC BY-SA 4.0

Settings

Reading Style

Typeface

Font Size 19px

Options