Skip to content
ન્યાયાધીશો ૪:૧૨-૧૮

ન્યાયાધીશો ૪:૧૨-૧૮

૧૨
જયારે તેઓએ સીસરાને ખબર આપી કે અબીનોઆમનો દીકરો બારાક તાબોર પર્વત પર ગયો છે,
૧૩
ત્યારે સીસરાએ પોતાના સર્વ રથો, નવસો લોખંડના રથો અને વિદેશીઓના હરોશેથ-હગોઈમથી તે કીશોન નદી સુધી જે લોકો તેની સાથે હતા તે સર્વને એકત્ર કર્યા.
૧૪
દબોરાએ બારાકને કહ્યું, “જા! કેમ કે આજે ઈશ્વરે સીસરાને તારા હાથમાં સોંપી દીધો છે. શું ઈશ્વર તમારા અગ્રેસર નથી?” તેથી બારાક તાબોર પર્વત પરથી નીચે ઊતર્યો, તેની સાથેના દસ હજાર પુરુષો તેની પાછળ ગયા.
૧૫
ઈશ્વરે સીસરાનો તેના સૈન્યનો, તેના સર્વ રથોનો અને બારાકની આગળ પરાજય કર્યો, તેથી સીસરા પોતાના રથમાંથી ઊતરીને નાસી ગયો.
૧૬
પણ બારાક વિદેશીઓના હરોશેથ-હગોઈમ સુધી સૈન્યની પાછળ પડ્યો તેથી સીસરાનું સર્વ સૈન્ય તલવારે મરાયું અને એકપણ માણસ બચ્યો નહિ.
૧૭
પણ સીસરા ચાલીને હેબેર કેનીની પત્ની યાએલના તંબુમાં નાસી ગયો, કેમ કે ત્યાં હાસોરના રાજા યાબીનની તથા હેબેર કેનીના કુટુંબ વચ્ચે સલાહસંપ હતો.
૧૮
યાએલ સીસરાને મળવા બહાર નીકળી અને તેને કહ્યું, “ઓ મારા માલિક, આ બાજુ આવ; મારી આ બાજુ આવ અને ગભરાઈશ નહિ.” તે તેના તંબુમાં ગયો અને તેણે તેને ધાબળો ઓઢાડ્યો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options