Skip to content
યહોશુઆ ૨૧:૨૭-૩૩

યહોશુઆ ૨૧:૨૭-૩૩

૨૭
મનાશ્શાના અર્ધકુળમાંથી બાશાનમાંનું ગોલાન તેનાં ગૌચર સહિત, બેશ્તરા તેનાં ગૌચર સહિત. એ બે નગરો લેવીઓના કુટુંબોમાંના ગેર્શોનના પુત્રોને આપવામાં આવ્યાં.
૨૮
ગેર્શોનના કુટુંબોથી ઇસ્સાખારના કુળમાંથી કિશ્યોન તેનાં ગૌચર સહિત, દાબરાથ તેનાં ગૌચર સહિત,
૨૯
યાર્મૂથ તેનાં ગૌચર સહિત એન-ગાન્નીમ તેનાં ગૌચર સહિત ચાર નગરો આપવામાં આવ્યાં.
૩૦
આશેરના કુળમાંથી મિશાલ અને તેના ગૌચર સહિત, આબ્દોન તેના ગૌચર સહિત,
૩૧
હેલ્કાથ તેના ગૌચર સહિત અને રહોબ તેનાં ગૌચર સહિત એ ચાર નગરો આપવામાં આવ્યાં.
૩૨
નફતાલીના કુળમાંથી ગાલીલમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર કેદેશ તેનાં ગૌચર સહિત, હામ્મોથ-દોર તેનાં ગૌચર સહિત તથા કાર્તાન તેનાં ગૌચર સહિત એ ત્રણ નગરો આપ્યાં.
૩૩
ગેર્શોનીઓનાં કુટુંબો માટે, તેનાં ગૌચરો સહિત બધાં મળીને તેર નગરોનો સમાવેશ થતો હતો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options