Skip to content
યહોશુઆ ૧૨:૭-૨૪

યહોશુઆ ૧૨:૭-૨૪

યહોશુઆએ તથા ઇઝરાયલના લોકોએ જે રાજાઓને મારી નાખ્યા તેઓનો દેશ યર્દનની પશ્ચિમ બાજુએ, લબાનોનની ખીણમાંના બાલ-ગાદથી અદોમની પાસેના હાલાક પર્વત સુધી હતો. યહોશુઆએ ઇઝરાયલનાં કુળોને તે દેશ તેમના હિસ્સા પ્રમાણે વતન તરીકે આપ્યો.
આ વિસ્તારમાં પહાડી પ્રદેશ, નીચાણવાળો પ્રદેશ, અરાબા, પર્વતોના ઢોળાવનો પ્રદેશ, અરણ્ય અને નેગેબનો સમાવેશ થતો હતો. તેમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓનો વસવાટ હતો.
મારી નંખાયેલા રાજાઓમાં યરીખોનો રાજા, બેથેલની પાસેના આયનો રાજા,
૧૦
યરુશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા,
૧૧
યાર્મૂથનો રાજા, લાખીશનો રાજા,
૧૨
એગ્લોનનો રાજા, ગેઝેરનો રાજા.
૧૩
દબીરનો રાજા, ગદેરનો રાજા,
૧૪
હોર્માનો રાજા, અરાદનો રાજા,
૧૫
લિબ્નાહનો રાજા, અદુલ્લામનો રાજા,
૧૬
માક્કેદાનો રાજા, બેથેલનો રાજા.
૧૭
તાપ્પૂઆનો રાજા, હેફેરનો રાજા,
૧૮
અફેકનો રાજા, લાશ્શારોનનો રાજા,
૧૯
માદોનનો રાજા, હાસોરનો રાજા,
૨૦
શિમ્રોન-મરોનનો રાજા, આખ્શાફનો રાજા.
૨૧
તાનાખનો રાજા, મગિદ્દોનો રાજા,
૨૨
કેદેશનો રાજા, કાર્મેલમાંના યોકનામનો રાજા,
૨૩
દોરના પર્વત પરના દોરનો રાજા, ગિલ્ગાલમાંના ગોઈમનો રાજા,
૨૪
અને તિર્સાનો રાજા હતો. એ મળીને રાજાઓની કુલ સંખ્યા એકત્રીસ હતી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options