Skip to content
અયૂબ ૪૦:૬-૧૩

અયૂબ ૪૦:૬-૧૩

પછી યહોવાહે વંટોળિયા મારફતે અયૂબને જવાબ આપ્યો કે,
“હવે બળવાનની માફક જવાબ આપ, હું તને પ્રશ્ન પૂછીશ અને તારે તેનો જવાબ આપવાનો છે.
શું તું માને છે કે હું અન્યાયી છું? તું ન્યાયી સાબિત થાય માટે શું તું મને દોષિત સાબિત કરીશ?
તને ઈશ્વરના જેવા હાથ છે? શું તું ગર્જના કરી શકે છે?
૧૦
તો હવે તું ગર્વ અને મહિમા ધારણ કર; તો માન અને પ્રતિષ્ઠાને વસ્ત્રોની જેમ પરિધાન કર.
૧૧
તારા કોપનો ઊભરો ગર્વિષ્ઠો પર રેડી દે; તેના પર દ્રષ્ટિ કરીને તેને નીચો પાડ.
૧૨
જે કોઈ અહંકારી હોય તેને નમ્ર બનાવ; દુષ્ટો જ્યાં ઉપસ્થિત હોય તે સ્થાનને કચડી નાખ.
૧૩
તે સર્વ લોકોને એકસાથે ધૂળમાં દાટી દે; તેઓના મુખને કબરોમાં ઢાંકી દે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options