અયૂબ ૩૦:૨૬-૩૦
૨૬
મેં ભલાઈની આશા રાખી હતી પણ દુષ્ટતા આવી પડી મેં પ્રકાશની આશા રાખી હતી પણ અંધારું આવી પડ્યું.
૨૭
મારું અંતર ઊકળે છે. દુ:ખનો અંત આવતો નથી. મારા પર વિપત્તિના દિવસો આવી પડ્યા છે.
૨૮
હું સૂર્યના પ્રકાશ વિના શોક કરતો ફરું છું, હું જાહેર સભામાં ઊભો રહીને મદદ માટે બૂમો પાડું છું.
૨૯
હું શિયાળોનો ભાઈ અને શાહમૃગોનો સાથી થયો છું.
૩૦
મારી ચામડી કાળી પડી ગઈ છે અને મારા શરીર પરથી ખરી પડી છે. ગરમીથી મારાં હાડકાં બળી જાય છે.
Settings