હોશિયા ૨:૯-૧૦
૯
તેથી ફસલના સમયે હું તેનું અનાજ અને મારો નવો દ્રાક્ષારસ તેની મોસમમાં પાછા લઈ લઈશ. તેની નિર્વસ્ત્રતા ઢાંકવા, મેં જે મારું ઊન તથા શણ આપ્યાં હતાં તે પણ હું પાછાં લઈ લઈશ.
૧૦
પછી હું તેના પ્રેમીઓની નજર આગળ તેને ઉઘાડી કરીશ, મારા હાથમાંથી તેને કોઈ બચાવી શકશે નહિ.