મુખ્ય સામગ્રી પર જાઓ
હિબ્રૂઓને પત્ર ૬:૪-૮

પાછા પડી જવાનો ભય

હિબ્રૂઓને પત્ર ૬:૪-૮
કેમ કે જેઓ એક વાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનનો અનુભવ કર્યો, જેઓ પવિત્ર આત્માનાં ભાગીદાર પણ થયા,
જેઓએ ઈશ્વરનું સારું વચન તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો,
અને ત્યાર પછી જેઓ તે વીસરી જઈને પતિત થયા, તેઓને ફરીથી પશ્ચાતાપ કરાવવો એ શક્ય નથી, કેમ કે તેઓ ઈશ્વરના પુત્રને ફરીથી વધસ્તંભે જડે છે અને જાહેરમાં તેમનું અપમાન કરે છે.
જે જમીન પોતા પર વારંવાર વરસેલા વરસાદનું શોષણ કરે છે, અને જેઓ તેને ખેડે છે તેઓને માટે ઉપયોગી વનસ્પતિ ઉપજાવે છે, તેને ઈશ્વર આશીર્વાદ આપે છે.
પણ જે કાંટા તથા ઝાંખરાં ઉપજાવે છે, તે જમીન નાપસંદ થયેલી તથા શાપિત કરાયેલી છે; અંતે તેને બાળી નાખવામાં આવશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options