મુખ્ય સામગ્રી પર જાઓ
ઊત્પત્તિ ૧:૧૪-૧૯

ચોથો દિવસ: આકાશનાં પ્રકાશો

ઊત્પત્તિ ૧:૧૪-૧૯
૧૪
ઈશ્વરે કહ્યું, “રાત અને દિવસ જુદાં પાડવા સારુ આકાશમાં જ્યોતિઓ થાઓ અને તેઓ ચિહ્નો, ઋતુઓ, દિવસો તથા વર્ષોને અર્થે થાઓ.
૧૫
પૃથ્વી પર અજવાળું આપવા માટે આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ.” એ પ્રમાણે થયું.
૧૬
ઈશ્વરે જ્યોતિ આપવા માટે બે મોટી પ્રકાશ બનાવી. દિવસ પર અમલ ચલાવનારી એક મોટી પ્રકાશ અને રાત પર અમલ ચલાવનારી તેનાથી નાની એક પ્રકાશ બનાવી. તેમણે તારાઓ પણ બનાવ્યા.
૧૭
ઈશ્વરે પૃથ્વી પર અજવાળું આપવાને,
૧૮
દિવસ અને રાત પર અમલ ચલાવવાને, અને અંધારામાંથી અજવાળાંને જુદાં કરવાને આકાશમાં તેઓને સ્થિર કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.
૧૯
સાંજ થઈ તથા સવાર થઈ, ચોથો દિવસ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options