એઝરા ૮:૩૧-૩૩
૩૧
¶ અમે પહેલા માસના બારમે દિવસે આહવા નદીથી યરુશાલેમ આવવા પ્રયાણ કર્યું. અમારા પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ હતી અને તેમણે માર્ગમાં દુશ્મનોના હુમલાઓથી અને ચોર લૂંટારાઓથી અમારું રક્ષણ કર્યુ.
૩૨
આ પ્રમાણે અમે યરુશાલેમ આવી પહોંચ્યા પછી અમે ત્યાં ત્રણ દિવસ આરામ કર્યો.
૩૩
¶ ચોથે દિવસે, યાજક ઉરિયાના પુત્ર મરેમોથને અમારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં ચાંદી, સોનું, અને અન્ય પાત્રો વજન કરી આપ્યાં. તેની સાથે ફીનહાસનો પુત્ર એલાઝાર, યેશૂઆનો પુત્ર યોઝાબાદ અને બિન્નઇનો પુત્ર નોઆદ્યા લેવીઓ પણ હતા.
Settings