Skip to content
હઝકિયેલ ૨૭:૩

હઝકિયેલ ૨૭:૩

આસપાસના સંદર્ભ સાથે કલમ બતાવી રહ્યા છીએ.
ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
“હવે, હે મનુષ્યપુત્ર, તું તૂર વિષે વિલાપ કર,
અને તૂરને કહે, ‘હે સમુદ્રના તટ પર રહેનારા, ઘણા ટાપુઓના લોકોના વેપારી, પ્રભુ યહોવાહ કહે છે: હે તૂર, તેં કહ્યું છે કે હું સૌંદર્યમાં સંપૂર્ણ છું.’
તારી સરહદો સમુદ્રમાં છે; તારા બાંધનારાઓએ તારું સૌંદર્ય સંપૂર્ણ કર્યું છે.
તેઓએ તારાં પાટિયાં સનીર પર્વતના સરુના બનાવ્યાં છે; તારા માટે ડોલ બનાવવા માટે તેઓએ લબાનોનના દેવદાર વૃક્ષો લીધાં હતાં.
તેઓએ તારાં હલેસાં બાશાનના એલોનકાષ્ટનાં બનાવ્યાં હતાં; તારું તૂતક સાયપ્રસ બેટોથી સરળ કાષ્ટની તથા હાથીદાંતથીજડિત બનાવવામાં આવ્યું હતું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options