Skip to content
હઝકિયેલ ૨૭:૨૧-૩૧

હઝકિયેલ ૨૭:૨૧-૩૧

૨૧
અરબસ્તાનના તથા કેદારના સર્વ આગેવાનો તારી સાથે વેપાર કરતા હતા; તેઓ હલવાનો, ઘેટાં તથા બકરાનો વેપાર કરતા હતા.
૨૨
શેબા તથા રામાહના વેપારીઓ સર્વ પ્રકારના ઉત્તમ જાતના તેજાના, રત્નો તથા સોનું આપીને તારો માલ લઈ જતા.
૨૩
હારાન, કાન્નેહ તથા એદેન, શેબા, આશ્શૂર તથા ખિલ્માદના વેપારીઓ તારી સાથે વેપાર કરતા હતા.
૨૪
તારા માલની સાથે તેઓ ઉત્તમ વસ્તુઓ, નીલ તથા ભરતકામનાં વસ્ત્રો, દોરડાથી બાંધેલા, એરેજકાષ્ટની બનાવેલી કિંમતી વસ્ત્રની પેટીઓથી તારી સાથે વેપાર કરતા હતા.
૨૫
તાર્શીશનાં વહાણો તારા માલનાં પરિવાહકો હતાં. તું ભરસમુદ્રમાં સમૃદ્ધ હતો.
૨૬
તારા હલેસાં મારનારા તને ભરસમુદ્રમાં લાવ્યા છે; પૂર્વના પવનોએ તને સમુદ્રની વચ્ચે ભાંગી નાખ્યું છે.
૨૭
તારું દ્રવ્ય, તારો માલ, તારો વેપાર, તારા નાવિકો, તારા ખલાસીઓ તારા મરામત કરનારાઓ, તારા માલનો વેપાર કરનારાઓ અને તારી અંદરના યોદ્ધાઓ, તારા સર્વ સૈનિકો તારા નાશના દિવસે સમુદ્રના ઊંડાણોમાં ગરક થઈ જશે.
૨૮
તારા નાવિકોની બૂમોથી દરિયા કિનારો કંપી ઊઠશે.
૨૯
તારા હલેસાં મારનારાઓ પોતપોતાનાં વહાણો પરથી ઊતરી જશે; નાવિકો તથા ખલાસી સર્વ કિનારા પર ઊભા રહેશે.
૩૦
તેઓ તારું દુ:ખ જોઈને વિલાપ કરશે અને દુ:ખમય રુદન કરશે; તેઓ માથા પર ધૂળ નાખશે અને રાખમાં આળોટશે.
૩૧
તેઓ તારે લીધે પોતાના માથાં મૂંડાવશે. તેઓ પોતાના શરીર પર ટાટ પહેરશે, પોતે હૈયાફાટ તથા દુઃખમય વિલાપ કરીને તારા માટે રડશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options