Skip to content
નિર્ગમન ૩૯:૩૨

નિર્ગમન ૩૯:૩૨

આસપાસના સંદર્ભ સાથે કલમ ૩૨ બતાવી રહ્યા છીએ.
૨૯
યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ ભૂરા, કિરમજી, લાલ ઊનનો ભરત ભરેલો તથા ઝીણા કાંતેલા શણનો કમરપટો બનાવ્યો.
૩૦
તેઓએ શુદ્ધ સોનાનું પવિત્ર મુગટનું પતરું બનાવ્યું; તેઓએ તેના પર પવિત્ર શબ્દો કોતરેલા હતા, યહોવાહને સારુ પવિત્ર.
૩૧
તેને પાઘડીની ટોચે બાંધવા સારુ તેઓએ તેને ભૂરા રંગની પટ્ટી સાથે બાંધેલી હતી. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
૩૨
આ રીતે યહોવાહે મૂસાને આપેલી આજ્ઞા અનુસાર મુલાકાતમંડપનું કામ પૂર્ણ થયું. આ બધું જ ઇઝરાયલીઓએ આજ્ઞા મુજબ કર્યું.
૩૩
તેઓએ પવિત્રમંડપ, તેનો તંબુ અને તેનું બધું રાચરચીલું, તેની કડીઓ, પાટિયાં, વળીઓ, સ્તંભો અને કૂંભીઓ મૂસા પાસે લાવ્યા;
૩૪
તેઓએ તેને ઘેટાંના સૂકવેલા રાતા રંગેલા ચામડાંમાંથી બનાવેલા મંડપના આચ્છાદન અને ઝીણા ચામડામાંથી બનાવેલા આચ્છાદન તથા અંતરપટ,
૩૫
કરારકોશ, તેના દાંડા તથા તેનું આચ્છાદન બનાવ્યાં.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options