નિર્ગમન ૨૫:૧૨-૧૫
૧૨
¶ પછી તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં બનાવવાં અને તેમને તેના ચાર ખૂણે જડી દેવાં; એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં.
૧૩
બાવળના દાંડા બનાવીને પછી તું તેમને સોનાથી મઢજે.
૧૪
અને કરારકોશને ઉપાડવા માટે એ દાંડા દરેક બાજુના કડામાં ભરવી દેવા.
૧૫
¶ દાંડા કરારકોશનાં કડામાં રહેવા દેવા, બહાર કાઢવા નહિ.
Settings