Skip to content
નિર્ગમન ૨૦:૧૨-૧૭

છેલ્લી છ આજ્ઞાઓ: પડોશી પ્રત્યેની ફરજ

નિર્ગમન ૨૦:૧૨-૧૭
૧૨
“તમારાં માતાપિતાનું સન્માન કરો, જેથી હું યહોવાહ તમારો ઈશ્વર તમને જે દેશ આપનાર છું તેમાં તમે લાંબુ આયુષ્ય પામો.
૧૩
તમારે ખૂન કરવું નહિ.
૧૪
તમારે વ્યભિચાર કરવો નહિ.
૧૫
તમારે ચોરી કરવી નહિ.
૧૬
તમારે પડોશી કે માનવબંધુ વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરવી નહિ.
૧૭
તમારા પડોશીના ઘરની લાલસા રાખવી નહિ; તમારા પડોશીની પત્ની કે તેના દાસ કે તેની દાસી કે તેનો બળદ કે તેનું ગધેડું કે તમારા પડોશીની કોઈ પણ વસ્તુની લાલસા-લોભ, લાલચ, ઉત્કટ ઇચ્છા રાખવી નહિ.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options