એસ્તેર ૨:૧૯-૨૨
૧૯
¶ ત્યાર બાદ જ્યારે બીજીવાર કુમારિકાઓને એકત્રિત કરવામાં આવી તે સમયે મોર્દખાય રાજાના દરવાજામાં બેઠો હતો.
૨૦
મોર્દખાયની સૂચના પ્રમાણે એસ્તેરે પોતાની જાત તથા ગોત્ર કોઈને જણાવ્યાં નહોતાં. એસ્તેર મોર્દખાયના ઘરમાં રહેતી હતી ત્યારની જેમ આ વેળાએ પણ તે તેની આજ્ઞાનું પાલન કરતી હતી.
૨૧
મોર્દખાય રાજાના પ્રવેશદ્વારની બાજુમાં બેઠો હતો. તે દરમિયાન રાજાના દ્વારપાળોમાંના બે અધિકારીઓ બિગ્થાન અને તેરેશ ગુસ્સે થઈને અહાશ્વેરોશ રાજાની હત્યા કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું.
૨૨
¶ મોર્દખાયને તેની ખબર પડી. એટલે તેણે આ અંગે એસ્તેર રાણીને વાત કરી અને એસ્તેરે મોર્દખાયને નામે તે બાબત રાજાને જણાવી.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0