Skip to content
સભાશિક્ષક ૪:૪-૬

ઈર્ષ્યા અને મહેનતની વ્યર્થતા

સભાશિક્ષક ૪:૪-૬
૪
વળી મેં સઘળી મહેનત અને ચતુરાઈનું દરેક કામ જોયું અને એ પણ જોયું કે તેના લીધે માણસ ઉપર તેનો પડોશી ઈર્ષ્યા કરે છે. એ પણ વ્યર્થ તથા પવનથી મુઠી ભરવા જેવું છે.
૫
મૂર્ખ કામ કરતો નથી, અને પોતાની જાત પર બરબાદી લાવે છે.
૬
અતિ પરિશ્રમ કરવા દ્વારા પવનમાં ફાંફાં મારીને પુષ્કળ કમાણી કરવી તેના કરતાં શાંતિસહિત થોડું મળે તે વધારે સારું છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options