Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૩:૧૬-૨૬

પ્રેરિતોનાં ક્રત્યો ૩:૧૬-૨૬

૧૬
આ માણસ જેને તમે જુઓ છો અને ઓળખો છો, તેને ઈસુના નામ પરના વિશ્વાસે શક્તિમાન કર્યો; હા, તમો સર્વની આગળ ઈસુ પરના વિશ્વાસે તેને આ પૂરું આરોગ્ય આપ્યું છે.
૧૭
હવે ભાઈઓ, તમે તેમ જ તમારા અધિકારીઓએ પણ અજ્ઞાનપણાથી તે કામ કર્યું એ હું જાણું છું.
૧૮
પણ ઈશ્વરે બધા પ્રબોધકોના મુખદ્વારા અગાઉથી જે કહ્યું હતું કે, ‘તેમના ખ્રિસ્ત દુઃખ સહેશે’, તે એ રીતે તેમણે પૂર્ણ કર્યું.
૧૯
માટે તમે પસ્તાવો કરો ને ફરો, જેથી તમારાં પાપ માફ કરવામાં આવે; અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે;
૨૦
અને ખ્રિસ્ત જેમને તમારે સારુ ઠરાવવામાં આવ્યા છે, તેમને એટલે ઈસુને, તેઓ મોકલે.
૨૧
ઈશ્વરે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોનાં મુખદ્વારા જે વિષે કહ્યું છે તે સઘળાની પુનઃસ્થાપના થવાનાં સમયો સુધી ઈસુએ સ્વર્ગમાં રહેવું જોઈએ.
૨૨
મૂસાએ તો કહ્યું હતું કે, ‘પ્રભુ ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે સારુ ઊભો કરશે, તે જે કંઈ તમને કહે તે બધી બાબતો વિષે તમારે તેમનું સાંભળવું.
૨૩
જે કોઈ માણસ તે પ્રબોધકનું નહિ સાંભળે, તેનો લોકમાંથી પૂરેપૂરો નાશ થશે’.
૨૪
વળી શમુએલથી માંડીને તેની પાછળ આવનાર જેટલાં પ્રબોધકો બોલ્યા છે, તે સર્વએ પણ આ દિવસો વિષે કહ્યું છે.
૨૫
તમે પ્રબોધકોના સંતાન છો, અને ‘ઇબ્રાહિમનાં સંતાનો દ્વારા પૃથ્વી પરનાં સર્વ કુટુંબ આશીર્વાદિત થશે,’ એવું ઇબ્રાહિમને કહીને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરાર કર્યો, તેનાં સંતાન તમે છો.
૨૬
ઈશ્વરે પોતાના સેવકને સજીવન કરી, તેમને પ્રથમ તમારી પાસે મોકલ્યા, જેથી તે તમને દરેકને તમારાં દુષ્કૃત્યોથી ફેરવીને આશીર્વાદ આપે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options