Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૨૩:૧૨-૨૨

પ્રેરિતોનાં ક્રત્યો ૨૩:૧૨-૨૨

૧૨
દિવસ ઊગ્યા પછી યહૂદીઓએ સંપ કર્યો, અને સોગનથી પ્રતિજ્ઞા કરી કે, ‘પાઉલને મારી નાખીએ ત્યાં સુધી આપણે અન્નજળ લેવું નહિ.’”
૧૩
આ સંપ કરનારા ચાલીસથી વધારે હતા.
૧૪
તેઓએ મુખ્ય યાજક તથા વડીલોની પાસે જઈને કહ્યું કે, ‘અમે ગંભીર સોગનથી બંધાયા છીએ કે, પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે મુખમાં કશું પણ મૂકીશું નહિ.
૧૫
માટે જાણે કે તેની બાબતે તમારે વધારે ઝીણવટથી તપાસ કરવી હોય (એવા બહાને) સભા સુદ્ધાં તમે સરદારને એવી સૂચના આપો કે, તે તેને તમારી પાસે રજૂ કરે, તે પહોંચે ત્યાર પહેલાં અમે તેને મારી નાખવાને તૈયાર છીએ.’”
૧૬
પણ પાઉલના ભાણેજે તેઓના સંતાઈ રહેવા વિષે સાંભળ્યું, ત્યારે તેણે કિલ્લામાં જઈને પાઉલને ખબર આપી.
૧૭
ત્યારે પાઉલે સૂબેદારોમાંના એકને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘આ જુવાનને સરદારની પાસે લઈ જા; કેમ કે એ તેને કંઈ કહેવા માગે છે.’”
૧૮
ત્યારે તેણે સરદારની પાસે તેને લઈ જઈને કહ્યું કે, ‘પાઉલ બંદીવાને મને પોતાની પાસે બોલાવીને વિનંતી કરી કે, આ જુવાનને સરદારની પાસે લઈ જા, કેમ કે એ તેને કંઈ કહેવા માગે છે.’”
૧૯
ત્યારે સરદાર તેનો હાથ પકડીને તેને એકાંતમાં લઈ ગયો, અને ખાનગી રીતે પૂછ્યું કે, ‘તારે મને શું કહેવાનું છે?’
૨૦
તેણે કહ્યું કે, ‘યહૂદીઓએ તારી પાસે વિનંતી કરવાનો સંપ કર્યો છે કે, જાણે કે તું પાઉલ સંબંધી વધારે ઝીણવટથી તપાસ કરવા માગતો હોય એ હેતુથી તું આવતી કાલે તેને ન્યાયસભામાં લઈ આવે.
૨૧
એ માટે તું તેઓનું કહેવું માનીશ નહિ, કેમ કે તેઓમાંના ચાળીસથી વધારે માણસ તારે સારુ સંતાઈ રહ્યા છે, તેઓ એવા સોગનથી બંધાયા છે કે, તને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે અન્નજળ લઈશું નહિ; હમણાં તેઓ તૈયાર છે અને તારા નિર્ણયની રાહ જુએ છે.
૨૨
ત્યારે સરદારે તે જુવાનને એવી તાકીદ આપીને વિદાય કર્યો કે, તેં આ વાતની ખબર મને આપ્યા વિષે કોઈને કહીશ નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options