Skip to content
2 કાળવ્રત્તાંત ૩૬:૧૪-૧૯

2 કાળવ્રત્તાંત ૩૬:૧૪-૧૯

૧૪
તે ઉપરાંત યાજકોના સર્વ આગેવાનો અને લોકોએ પણ બીજા લોકોની જેમ ધિક્કારપાત્ર કાર્યો કરીને પાપ કર્યું. તેઓએ યરુશાલેમમાં આવેલા ઈશ્વરે પવિત્ર કરેલા સભાસ્થાનને ભ્રષ્ટ કર્યું.
૧૫
તેઓના પિતૃઓના ઈશ્વરે વારંવાર પોતાના પ્રબોધકો મોકલીને તેઓની મારફતે તેઓને ચેતવણી આપી, કારણ કે પોતાના લોકો પર અને પોતાના નિવાસ પર તેને દયા આવતી હતી.
૧૬
પણ તેઓએ ઈશ્વરના સંદેશવાહકોની મશ્કરી કરી, તેના વચનોની ઉપેક્ષા કરી અને પ્રબોધકોને હસી કાઢ્યાં, તેથી ઈશ્વરને તેના લોકો પર એટલો બધો રોષ ચઢ્યો કે આખરે કોઈ જ ઉપાય રહ્યો નહિ.
૧૭
તેથી ઈશ્વરે ખાલદીઓના રાજાને તેમના ઉપર ચઢાઈ કરવા મોકલ્યો. તેણે પવિત્રસ્થાનમાં તેઓના જુવાન માણસોને મારી નાખ્યા. તેણે યુવાન, યુવતી, વૃદ્ધ કે પ્રૌઢ કોઈનાં પર દયા રાખી નહિ. ઈશ્વરે તેઓ સર્વને તેના હાથમાં સોંપી દીધાં.
૧૮
ઈશ્વરના સભાસ્થાનની નાનીમોટી બધી જ સામગ્રી તથા તેના ખજાના અને રાજા તેમ જ તેના અધિકારીઓનાં ખજાના, એ બધું તે બાબિલમાં લઈ ગયો.
૧૯
તેઓએ ઈશ્વરના સભાસ્થાન બાળી નાખ્યું. યરુશાલેમનો કોટ તોડી પાડીને જમીનદોસ્ત કરી નાખ્યો. તેના મહેલોને બાળીને ભસ્મ કર્યા. બધી જ કિંમતી વસ્તુઓનો નાશ કર્યો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options