Skip to content
1 શમુએલ ૮:૪-૯

1 શમુએલ ૮:૪-૯

પછી ઇઝરાયલના સર્વ વડીલો એકત્ર થઈને શમુએલ પાસે રામામાં આવ્યા.
તેઓએ તેને કહ્યું, “જો, તું વૃદ્ધ થયો છે અને તારા દીકરાઓ તારા માર્ગમાં ચાલતા નથી. સર્વ દેશોની જેમ અમારો ન્યાય કરવા સારુ અમને એક રાજા નીમી આપ.”
પણ શમુએલ તેઓનાથી નાખુશ થયો, જયારે તેઓએ કહ્યું, “અમારો ન્યાય કરવા સારુ અમને રાજા આપ.” ત્યારે શમુએલે ઈશ્વરને પ્રાર્થના કરી.
ઈશ્વરે શમુએલને કહ્યું, “લોકો જે સર્વ બાબતો તને કહે છે તેમાં તેઓનું કહેવું તું સ્વીકાર; કેમ કે તેઓએ તને નકાર્યો નથી, પણ તેઓ પર હું રાજ કરું તે માટે મને નકાર્યો છે.
હું તેઓને મિસરમાંથી કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી જે સર્વ કામ તેઓએ કર્યા છે, મને છોડીને, અન્ય દેવોની સેવા કરી છે, તે પ્રમાણે તેઓ તારી સાથે પણ વર્તે છે.
હવે તેઓનું સાંભળ; પણ તેઓને ગંભીરતાપૂર્વક ચેતવણી આપ અને તેમને જણાવ કે તેઓ પર કેવા પ્રકારના રાજા રાજ્ય કરશે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options