Skip to content
1 રાજઓ ૮:૧૧-૧૨

1 રાજઓ ૮:૧૧-૧૨

૧૧
તે વાદળના કારણે યાજકો સેવા કરવા ઊભા રહી શક્યા નહિ કેમ કે આખું ભક્તિસ્થાન ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું હતું.

સુલેમાન ઈશ્વરની હાજરીની ખાતરી આપે છે

૧૨
પછી સુલેમાને કહ્યું, “ઈશ્વરે કહ્યું છે કે, હું ગાઢ અંધકારમાં રહીશ,

આ પણ જુઓ

શાસ્ત્રમાં અન્યત્ર આ વિશે શું લખ્યું છે

  • ગીતશાસ્ત્ર ૯૭:૨

    વાદળો અને અંધકાર તેમની આસપાસ છે. ન્યાયીપણું તથા ન્યાય તેમના રાજ્યાસનનો પાયો છે.
    કલમ ૧૨ માંથી
  • 2 કાળવ્રત્તાંત ૬:૧

    ¶ પછી સુલેમાને કહ્યું, “ઈશ્વરે કહ્યું છે, ‘હું તો ગાઢ અંધકારમાં રહીશ.’
    કલમ ૧૨ માંથી
  • 2 કાળવ્રત્તાંત ૬:૧૧

    મેં ત્યાં કોશ મૂક્યો છે, તે કોશમાં ઈશ્વરે ઇઝરાયલી લોકોની સાથે જે કરાર કર્યો હતો તે છે.”
    કલમ ૧૨ માંથી
  • લેવીય ૧૬:૨

    પછી યહોવાહે મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને કહે, પરમપવિત્ર સ્થાનમાં એટલે કે તંબુના પડદાની અંદરની બાજુએ પવિત્ર કોશ પરના દયાસન સમક્ષ કોઈ પણ સમયે આવે નહિ. જો તે તેમ કરશે તો તે મૃત્યુ પામશે. કારણ કે તે દયાસન પર વાદળરૂપે હું દેખાઈશ.
    કલમ ૧૨ માંથી
  • યશાયા ૪૫:૧૫

    હે ઇઝરાયલના ઈશ્વર, તારનાર, ખરેખર તમે ઈશ્વર છો જે પોતાને ગુપ્ત રાખે છે.
    કલમ ૧૨ માંથી
  • ગીતશાસ્ત્ર ૧૮:૮

    તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળવા લાગ્યો. તેથી કોલસા સળગી ઊઠ્યા.
    કલમ ૧૨ માંથી
  • ગીતશાસ્ત્ર ૧૮:૧૧

    તેમણે મેઘજળના અંધકારને તથા અંતરિક્ષના ગાઢા વાદળને પોતાનું સંતાવાનું સ્થળ અને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યું.
    કલમ ૧૨ માંથી
  • 2 કરિંથીઓને ૩:૧૮

    પણ આપણે સહુ ઉઘાડે મુખે જેમ આરસીમાં, તેમ પ્રભુના મહિમાને નિહાળીને, પ્રભુના આત્માથી તે જ રૂપમાં અધિકાધિક મહિમા ધારણ કરતાં રૂપાંતર પામીએ છીએ.
    કલમ ૧૧ માંથી
  • 2 કરિંથીઓને ૪:૬

    કેમ કે જે ઈશ્વરે જેમણે અંધારામાંથી અજવાળાંને પ્રકાશવા ફરમાવ્યું; તે મુજબ ઈસુ ખ્રિસ્તનાં ચહેરા પરનો ઈશ્વરના મહિમાના જ્ઞાનનો પ્રકાશ આપણા હૃદયોમાં પાડે.
    કલમ ૧૧ માંથી
  • હઝકિયેલ ૪૩:૪

    તેથી યહોવાહનો મહિમા પૂર્વ તરફ ખૂલતા દરવાજેથી ઘરમાં આવ્યો.
    કલમ ૧૧ માંથી
  • હઝકિયેલ ૪૩:૫

    પછી આત્મા મને ઊંચકીને અંદરના આંગણામાં લઈ ગયો. જુઓ, યહોવાહના મહિમાથી આખું ઘર ભરાઈ ગયું હતું.
    કલમ ૧૧ માંથી
  • હઝકિયેલ ૪૪:૪

    ¶ પછી તે માણસ મને ઉત્તરના દરવાજેથી સભાસ્થાનની આગળ લાવ્યો. મેં જોયું તો જુઓ યહોવાહના ગૌરવથી સભાસ્થાન ભરાઈ ગયું હતું. હું ઊંધો પડ્યો.
    કલમ ૧૧ માંથી

આ ક્યાં બને છે

City Plan: Jerusalem in the Time of Solomon
City Plan: Jerusalem in the Time of Solomon View full PDF
The Construction of Solomon’s Temple
The Construction of Solomon’s Temple View full PDF

Map © Biblica Open Bible Maps · CC BY-SA 4.0

Settings

Reading Style

Typeface

Font Size 19px

Options