Skip to content
1 રાજઓ ૪:૧-૬

સુલેમાનના મુખ્ય વહીવટી અધિકારીઓ

1 રાજઓ ૪:૧-૬
સુલેમાન રાજા સર્વ ઇઝરાયલ પર રાજ કરતો હતો.
આ તેના રાજ્યના અધિકારીઓ હતા: સાદોકનો દીકરો અઝાર્યા યાજક હતો.
શીશાના દીકરા અલિહોરેફ તથા અહિયા ચિટનીસો હતા. અહીલૂદનો દીકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો.
યહોયાદાનો દીકરો બનાયા સેનાધિપતિ હતો. સાદોક તથા અબ્યાથાર યાજકો હતા.
નાથાનનો દીકરો અઝાર્યા વહીવટદારોનો ઉપરી હતો. નાથાનનો દીકરો ઝાબૂદ યાજક તથા રાજાનો મિત્ર હતો.
અહીશાર ઘરનો વહીવટદાર હતો. આબ્દાનો દીકરો અદોનીરામ કોશાધ્યક્ષ હતો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options