Skip to content
1 કાળવ્રત્તાંત ૯:૩૫-૪૪

રાજા શાઉલની વંશાવળી (પુનરાવર્તન)

1 કાળવ્રત્તાંત ૯:૩૫-૪૪
૩૫
ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો, તેની પત્નીનું નામ માકા હતું.
૩૬
તેનો જયેષ્ઠ દીકરો આબ્દોન, પછી સૂર, કીશ, બઆલ, નેર તથા નાદાબ,
૩૭
ગદોર, આહ્યો, ઝખાર્યા તથા મિકલોથ હતા.
૩૮
મિકલોથનો દીકરો શિમામ હતો. તેઓ પણ પોતાના ભાઈઓની સાથે યરુશાલેમમાં રહેતા હતા.
૩૯
નેરનો દીકરો કીશ હતો. કીશનો દીકરો શાઉલ હતો. શાઉલના દીકરાઓ; યોનાથાન, માલ્કી-શુઆ, અબીનાદાબ તથા એશ્બાલ.
૪૦
યોનાથાનનો દીકરો મરીબ્બાલ હતો. મરીબ્બાલનો દીકરો મિખા હતો.
૪૧
મિખાના દીકરાઓ; પિથોન, મેલેખ, તાહરેઆ તથા આહાઝ.
૪૨
આહાઝનો દીકરો યારા. યારાના દીકરાઓ; આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી. ઝિમ્રીનો દીકરો મોસા હતો.
૪૩
મોસાનો દીકરો બિનઆ હતો. બિનઆનો દીકરો રફાયા હતો. રફાયાનો દીકરો એલાસા હતો. એલાસાનો દીકરો આસેલ હતો.
૪૪
આસેલના છ દીકરાઓ; આઝ્રીકામ, બોખરુ, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન હતા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options