Skip to content
1 કાળવ્રત્તાંત ૭:૧૪-૧૯

1 કાળવ્રત્તાંત ૭:૧૪-૧૯

૧૪
મનાશ્શાના પુત્રો; અરામી ઉપપત્નીથી જન્મેલા આસ્રીએલ અને માખીર. તેને જ માખીરનો દીકરો ગિલ્યાદ.
૧૫
માખીરે હુપ્પીમ અને શુપ્પીમકુળમાંથી બે પત્નીઓ સાથે લગ્ન કર્યા. એકનું નામ માકા હતું. મનાશ્શાના બીજા વંશજનું નામ સલોફહાદ હતું, તેને દીકરાઓ ન હતા, માત્ર દીકરીઓ જ હતી.
૧૬
માખીરની પત્ની માકાને દીકરો જન્મ્યો. તેણે તેનું નામ પેરેશ રાખ્યું. તેના ભાઈનું નામ શેરેશ. તેના દીકરાઓ ઉલામ તથા રેકેમ.
૧૭
ઉલામનો દીકરો બદાન. તેઓ મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના વંશજો હતા.
૧૮
ગિલ્યાદની બહેન હામ્મોલેખેથે ઈશ્હોદ, અબીએઝેર તથા માહલાને જન્મ આપ્યો.
૧૯
શમિદાના દીકરાઓ; આહ્યાન, શેખેમ, લિકહી તથા અનીઆમ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options