Skip to content
1 કાળવ્રત્તાંત ૫:૧૧-૧૭

ગાદનું કુળ

1 કાળવ્રત્તાંત ૫:૧૧-૧૭
૧૧
ગાદના કુળના સભ્યો બાશાન દેશમાં તેઓની સામી બાજુએ સાલખા સુધી વસ્યા.
૧૨
તેઓના આગેવાનો યોએલ, જે કુટુંબનો મુખ્ય હતો, કુટુંબનો બીજો મુખ્ય શાફામ; યાનાઈ તથા શાફાટ બાશાનમાં રહેતા હતા.
૧૩
તેઓના સાત ભાઈઓ મિખાએલ, મશુલ્લામ, શેબા, યોરાય, યાકાન, ઝીઆ તથા એબેર.
૧૪
આ નીચે મુજબની વ્યક્તિઓ અબિહાઈલના વંશજો; બૂઝનો દીકરો યાહદો હતો, યાહદોનો દીકરો યશિશાય હતો, યશિશાયનો દીકરો મિખાએલ હતો, મિખાએલનો દીકરો ગિલ્યાદ હતો, ગિલ્યાદનો દીકરો યારોઆ હતો, યારોઆનો દીકરો હૂરી હતો, હૂરીનો દીકરો અબિહાઈલ.
૧૫
ગુનીનો દીકરો આબ્દિયેલનો દીકરો અહી, તેઓના પિતાના કુટુંબનો મુખ્ય હતો.
૧૬
તેઓ બાશાનમાંના ગિલ્યાદમાં, તેના નગરોમાં તથા શારોનની સઘળી ઘાસચારાવાળી જમીનોમાં, તેઓની સરહદ સુધી રહેતા હતા.
૧૭
યહૂદાના રાજા યોથામના દિવસોમાં તથા ઇઝરાયલના રાજા યરોબામના દિવસોમાં, આ બધાને તેઓની વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા હતા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options